મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોડાસામાં બાઈક ચાલકના ગળામાં દોરી ફસાતા યુવકનું ઘટનાસ્થળે મોત

ઉત્તરાયણ આનંદનો તહેવાર છે પરંતુ ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતી દોરીએ અનેક લોકોના જીવ લી

મોડાસામાં બાઈક ચાલકના ગળામાં દોરી ફસાતા યુવકનું ઘટનાસ્થળે મોત

ઉત્તરાયણ આનંદનો તહેવાર છે પરંતુ ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતી દોરીએ અનેક લોકોના જીવ લીધાં છે. એવામાં અરવલ્લીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બાઈક ચાલકનું દોરીના કારણે ગળું કપાઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે.

આ પણ વાંચો : ઘાતક માંજો: સુરેન્દ્રનગર જિલ્લામાં ઉતરાયણના દિવસે 140 લોકો પતંગની દોરીથી ઈજાગ્રસ્ત

અરવલ્લી જિલ્લામાં મોડાસાના જીવણપુર પાસે દોરીને કારણે ગળું કપાઈ જવાથી બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. અકસ્માતની જાણ થતાં ટીંટોઇ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે. શામળાજી તરફથી આવતા બાઈક ચાલકના ગળામાં દોરી ફસાતા યુવકને ગંભીર ઇજા થઈ હતી. ગંભીર ઇજાઓના કારણે યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

આ સમાચાર શેર કરો