VIDEO : વલસાડમાં હાઇવે ક્રોસ કરી રહેલી મહિલાને કારે ટક્કર મારતા સ્થળ પર જ મોત, કારચાલક ફરાર
Valsad News : વલસાડમાં હીટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. વલસાડ ન

Valsad News : વલસાડમાં હીટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. વલસાડ નજીક નેશનલ હાઈવે પર મુકુંદ ઓવર બ્રીજ નજીક આ ઘટના ઘટી છે, જેમાં હાઇવે ક્રોસ કરી રહેલી મહિલાને કારે ટક્કર મારતા મહિલાનું સ્થળ પર જ કરૂણ મોત થયું છે. જયારે આ ઘટનામાં કારચાલક ફરાર થઇ ગયો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. આ ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસે જરૂરી તપાસ હાથ ધરી છે.




