મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Diwali 2024: કલાસ્મૃતિ અને ધ અર્થિંગ ગૃપ દ્વારા જરુરિયાતમંદોને ‘વસ્ત્રદાન’થી દિવાળીની અનોખી ઉજવણી

દિવાળીનો તહેવાર શરુ થઇ ગયો છે ત્યારે તેને ખુબ જ ધામધૂમથી ઉ

Diwali 2024: કલાસ્મૃતિ અને ધ અર્થિંગ ગૃપ દ્વારા જરુરિયાતમંદોને ‘વસ્ત્રદાન’થી દિવાળીની અનોખી ઉજવણી

દિવાળીનો તહેવાર શરુ થઇ ગયો છે ત્યારે તેને ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. મોંઘીદાટ ખરીદીઓ, મનભાવન રંગોળીઓ, અવનવી મીઠાઈઓ, ફટાકડાઓના ગડગડાટ વચ્ચે આપણો પરિવાર આનંદની ક્ષણો ઉજવશે અને તેમના પ્રિયજનો, સંબંધીઓ અને મિત્રો વગેરેના ઘરે જશે તથા મીઠાઈઓ અને ભેટો આપીને દિવાળીની શુભેચ્છા પાઠવશે. આ સહજ, સ્વાભાવિક પણ છે.

પરંતુ દિવાળીના આ જ તહેવારને એક અનોખી રીતે ઉજવવા માટે કલાસ્મૃતિ અને ધ અર્થિંગ ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટે એક નિર્ણય લીધો અને જરૂરિયાતમંદો પણ ઉત્સાહ સાથે આ તહેવારની મજા માણી શકે તેની માટે ડોનેશન ડ્રાઈવનું આયોજન કર્યું હતું

કલાસ્મૃતિ અને ધ અર્થિંગ ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટના  "સહયોગથી સ્વયંસેવકો  દ્વારા દિવાળીના શુભ પર્વ નિમિતે વસ્ત્રો એકઠા કરીને તારીખ ૨૪ અને ૨૫ ઓક્ટોબર દરમિયાન અમદાવાદના બોપલ આંબલી વિસ્તારમાં આવેલી અલગ અલગ કન્સ્ટ્રકશન સાઈડની લેબર કોલોનીમાં રહેતા જરૂરિયાતમંદ નાના બાળકો, સ્ત્રીઓ અને પુરુષોમાં વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું તેમજ બાળકોમાં વોટર બોટ્લનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. 

આ સમગ્ર ક્લોથ ડોનેશન ડ્રાઈવ દરમિયાન ક્લાસ્મૃતિની ટીમ દ્વારા શહેરના વિવિધ દાતાઓ પાસેથી કપડાં, વોટર બેગ્સ વગેરે એકત્રિત કરીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડ્યા હતા.

આ સમાચાર શેર કરો