મોટા સમાચાર / IFFCOની ચૂંટણીમાં જયેશ રાદડિયાને હરાવવા માંગતા હતા ખોડલધામના એક ટ્રસ્ટી
IFFCOના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ સામે લડેલા જયેશ રાદડિયાની જીત થઈ અને

IFFCOના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ સામે લડેલા જયેશ રાદડિયાની જીત થઈ અને ભાજપે જેને મેન્ડેટ આપેલું એ બિપીન પટેલની હાર થઈ. જયેશ રાદડિયાની જીત બાદ એક બાદ એક મોટા નિવેદનો સામે આવી રહ્યાં છે.
ખોડલધામના ટ્રસ્ટીએ મતદારોને ફોન કરીને રાદડિયા વિરુદ્ધ મતદાન કરવા દબાણ કર્યું - સૂત્રો
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના મેન્ડેટ વિરુદ્ધ IFFCOની ચૂંટણી લડી રહેલા જયેશ રાદડિયાને હરાવવા માટે ખોડલધામ ટ્રસ્ટના એક ટ્રસ્ટી મેદાને પડ્યા હતા. ખોડલધામના ટ્રસ્ટીએ મતદારોને ફોન કરીને રાદડિયા વિરુદ્ધ મતદાન કરવા દબાણ કર્યું હતું. ખોડલધામના ટ્રસ્ટી અને મતદાર વચ્ચેનું રેકોર્ડિંગપણ વાયરલ થયું છે.
IFFCOની ડિરેક્ટરની ચૂંટણીમાં હાઇપ્રોફાઇલ દાવપેંચ જોવા મળ્યા. એક સમયે જયેશ રાદડિયાની નજીક રહેલા ખોડલધામના ટ્રસ્ટીએ જ બિપીન પટેલને સમર્થન આપતા તેમજ ચૂંટણીમાં ખોડલધામના ટ્રસ્ટીની ભુમિકા સામે આવતા રાજકારણ ગરમાયું છે.
આ પણ વાંચો : 'મેં પાર્ટી વિરૂદ્ધ કોઇ કામ કર્યું નથી' IFFCOની ચૂંટણી જીત્યા બાદ બીજુ શું-શું બોલ્યા જયેશ રાદડિયા?
બાબુ નસીતે જયેશ રાદડિયા પર શિસ્ત ભંગની કાર્યવાહી કરવાની માગ કરી
જયેશ રાદડિયા ઈફોકોની ચૂંટણી જીત્યા બાદ સહકારી ક્ષેત્રના બે જૂથ આમને સામને આવી ગયા છે. બાબુ નસીતે જયેશ રાદડિયા પર શિસ્ત ભંગની કાર્યવાહી કરવાની માગ કરી છે.એટલુ જ નહીં પરતુ પક્ષ વિરોધી કામ કર્યું હોવાનો આરોપ લગાવી કાર્યવાહી કરવાનું કહેતા હવે જયેશ રાદડીયા તેનો વળતો જવાબ આપ્યો છે.
આક્ષેપ કરનારા પોતાનું જોઈલે, સામાજિક સંસ્થાઓ રાજકારણમાં ન આવે - જયેશ રાદડીયા
જયેશ રાદડીયાએ બાબુ નસિત પર પ્રહાર કરતા જણાવ્યુ કે, જે લોકો આક્ષેપ લગાવે છે તેમને મારે જવાબ ન આપવાનો હોય, આક્ષેપ કરનારા પોતાનું જોઈલે. જયેશ રાદડીયાએ કોઈ પણ જાતનું પક્ષ વિરોધી કાર્ય ન કર્યુ હોવાની વાત જણાવી હતી. મારે ખેડૂત સભાસદોનું હિત જોવાનું છે. ખેડૂતોના હિત માટે ચૂંટણી લડી છે.
સામાજિક સંસ્થાની દખલગીરીને લઈને નિવેદન આપતા જયેશ રાદડિયાએ કહ્યું કે કોઈ સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ન આવવું જઈએ. રાજકારણમાં સામાજિક સંસ્થાઓએ ન ઝંપલાવવુ જોઈએ.








