ગુજરાતમાં ત્રણ ગંભીર અકસ્માતની ઘટનામાં કુલ 3 લોકોના મોત
રોજબરોજ આપણે અકસ્માતની અનેક ઘટનાઓ વિશે સાંભળતા હોઈએ છીએ. એવામાં આજરોજ ગુજરાત રાજ્યમાં ત્રણ અલગ અલગ જિલ્લ

રોજબરોજ આપણે અકસ્માતની અનેક ઘટનાઓ વિશે સાંભળતા હોઈએ છીએ. એવામાં આજરોજ ગુજરાત રાજ્યમાં ત્રણ અલગ અલગ જિલ્લાઓમાં ગંભીર અકસ્માતે સ્વરુપ લીધું હતું. રાજ્યમાં અકસ્માતની ત્રણેય ઘટનામાં અડફેટે આવનાર ત્રણેય વ્યક્તિઓનું કરુણ મોત નિપજ્યું છે.
અમદાવાદમાં કારે અડફેટે લેતાં ડિલિવરી બોયનું મોત
શેલામાં હિટ એન્ડ રનની ઘટના બની જેમાં અજાણ્યા કાર ચાલકે ડીલીવરી બોયને અડફેટમાં લીધો હતો. ગઈકાલે રાત્રે 11 થી 12 વાગ્યા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકે મોપેડને ટક્કર મારતા સાફફાન બિયાવરવાલા નામક શખ્સનું મોત નિપજ્યું હતું. ડેડબોડીને પોસ્ટમોટર્મ અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પૂરપાડ ઝડપે જઈ રહેલી થાર કારે ટક્કર મારી હોવાનો પરિજનોએ આક્ષેપ લગાવ્યો છે. પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં આગ લાગવાની 2 ઘટના: અમરેલીમાં ટ્રક ભડકે બળ્યો, વડોદરાની કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ
સુરતમાં ડમ્પરે બાઈકને અડફેટે લેતા આધેડનું મોત
સુરત જિલ્લાના બારડોલી વ્યારા રોડ પરથી અકસ્માતની ઘટના સામે આવી છે. બારડોલી તાલુકાના માણેકપોર ગામની સીમમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં માણેકપોર ચેકપોસ્ટ નજીક ડમ્પર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા આધેડનું મોત નિપજ્યું હતુ. ગ્રામજનોએ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને પકડી પોલીસને સોંપ્યો હતો.
સુરતમાં સોસાયટીના ગેટ પપ બેસેલા યુવકને કારે કચડ્યો
સુરતમાંથી એક હિચકારો અકસ્માત સામે આવ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા દશરથ નગર સોસાયટીના ગેટ પર બેસેલા એક યુવકને કારચાલકે કચડી નાખતા યુવકનું મોત નિપજ્યું હતું. કારચાલક દ્વારા સોસાયટીમાં કાર લેતી સમયે બ્રેકના બદલે એસ્કેલેટર દબાવી દેતા ગેટ પર બેસેલા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી પરંતુ ત્યારબાદ યુવકનું મોત નિપજ્યું હતું. આ મામલે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.






