VIDEO: મહેસાણામાં નંદાસણ ચોકડી નજીક લાખો રૂપિયા ભરેલી થેલી લઈ ગઠિયો થયો ફરાર
મહેસાણામાં નંદાસણ હકડી નજીક ચોરીની ઘટના બની હતી. જેમાં પાન પાર્લ આગળ પાતળી ઉપર પડેલી રૂપિયા
મહેસાણામાં નંદાસણ હકડી નજીક ચોરીની ઘટના બની હતી. જેમાં પાન પાર્લ આગળ પાતળી ઉપર પડેલી રૂપિયા ભરેલી થેલી લઈને ગઠિયો ફરાર થઈ ગયો હતો. જે મામલે નંદાસન પોલીસ મથકે ચોરીનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
મહેસાણાની નંદાસણ ચોકડી નજીક ચોરીની ઘટના સામે આવી છે. નંદાસણ ચોકડી પરના શ્રી હરિ કોમ્પ્લેક્ષની પાસે નાઈન પાન પાર્લર આગળ ચોરીની ઘટના બની હતી. જેમાં લાકડાની પાટલી ઉપર 2,28,000 રૂપિયા ભરેલી થેલી અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હતો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થવા પામી હતી. નંદાસણ પોલીસ મથકે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી.




