VIDEO: વાંકાનેરમાં કંપનીના કારખાનામાં લાગી ભયનાક આગ, લાખોનો માલસામાન બળીને ખાખ
ગુજરાતના મોરબીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવા
ગુજરાતના મોરબીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે મોરબીના વાંકાનેર નજીક વઘાસિયા ટોલનાકા પાસે એકવા ટોપના કારખાનામાં આગ લાગવાની ઘટના બની હતી. આ આગ ભયાનક રીતે ફેલાઈ હતી. જોકે સદનસીબે આ આગમાં જાનહાની ટળી હતી. સમગ્ર ઘટનાની જાણ લોકોએ ફાયરની ટીમને કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ દુર્ઘટના સ્થળ પર પહોંચી હતી.
આ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી
મળતા અહેવાલ પ્રમાણે આ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, અને આગ પર કાબૂ મેળવવા માટે રાજકોટની ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવવામાં આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આગ કારખાનાના શેડમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે. જોકે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.




