હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.માં MBBSના ગુણ સુધારણા મામલે એક વિદ્યાર્થીની આગોતરા જામીન માટે અરજી
પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBSના વિદ્યાર્થીઓના ગુણ સુધારણા મામલે એક વિદ્યાર્થી આગોતરા જા

પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBSના વિદ્યાર્થીઓના ગુણ સુધારણા મામલે એક વિદ્યાર્થી આગોતરા જામીનની અરજી કોર્ટમાં મુકશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 2018 MBBSના પ્રથમ વર્ષના ત્રણ વિદ્યાર્થીઓના ગુણ સુધારણા ઉત્તરવાહી બદલવાને મામલે યુનિ.ના રજીસ્ટારે કુલ છ સામે પાટણ બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ છમાંથી એક સિનિયર વિદ્યાર્થી કનુભાઈ ચૌધરીએ આગોતરા જામીન માટે પાટણ કોર્ટમાં અરજી મુકશે.
શું હતો સમગ્ર મામલો?
પાટણના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના MBBS પુનઃ મુલ્યાંકન ગુણ સુધારણા કૌભાંડ મામલે યુનિવર્સિટી સત્તવાળાઓએ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પાટણ બી ડીવીઝન પોલીસે 4 વિદ્યાર્થી અને બે કર્મચારી સાથે 6 સામે ફરિયાદ નોંધી હતી. જો કે, તત્કાલિન વી.સી. જે.જે. વોરા સામે ફરિયાદમાં નામ નથી.
આ વિદ્યાર્થીઓ સામે થઈ હતી ફરિયાદ
- પટેલ પરિમલ અરવિંદભાઈ
- મહેશ્વરી પાર્થ અશોકભાઈ,
- કોડીયાતર રાજદીપ નાનજીભાઈ,
- કનુભાઈ ચૌધરી સિનિયર વિદ્યાર્થી
- દિવ્ય મહેશભાઈ પટેલ
- ઉદય કુમાર રમેશભાઈ ઓઝા





