રાજકોટ: નાકરાવાડી ગામનો ધોરણ-10નો વિદ્યાર્થી વીજકરંટથી વાડીમાં ઢળી પડ્યો, સારવાર મળે તે પહેલાં જ મોત
રાજ્યના રાજકોટના નાકરાવાડી ગામમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે નાકર

રાજ્યના રાજકોટના નાકરાવાડી ગામમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે નાકરાવાડી ગામમાં રહેતા ધોરણ-10ના વિદ્યાર્થીનું વીજ કરંટ લાગવાથી મોત નિપજ્યું હતું. કિશોર વાડીમાં હતો તે દરમિયાન તેને વીજ શોક લાગ્યો હતો. જોકે કિશોરને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું.
કિશોરને વાડીએ વીજળીનો કરંટ લાગ્યો
કિશોરને વાડીએ વીજળીનો કરંટ લાગ્યો હતો અને તે ત્યાંજ ઢળી પડ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
કુવાડવા પોલીસે કિશોરનો મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો
કુવાડવા પોલીસે અકસ્માતે ગુનો નોઁધીને ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે કિશોરનું અકાળે મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.





