મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સાબરકાંઠાના ઇડરમાં ક્વોરી લીઝમાં બ્લાસ્ટ થતા પથ્થર પડવાથી સ્કૂલ વાનનો કાચ તૂટ્યો, બાળકનો બચાવ

સાબરકાંઠાના ઇડરમાં ક્વોરી લીઝમાં બ્લાસ્ટ થતા પથ્થર પડવાથી સ્કૂલ વાનનો કાચ તૂટ્યો, બાળકનો બચાવ — સોર્સ: gstv

સાબરકાંઠાના ઇડરના સાબલી મહાભારત રોડ પર આવેલી ક્વોરી લીઝમાં કોઈપણ પ્રકારની સુરક્ષા કે સલામતી વિના કરવામાં આવેલા બ્લાસ્ટને કારણે મોટો અકસ્માત સર્જાતા રહી ગયો છે. લીઝમાં થયેલા આ બ્લાસ્ટના કારણે ઉડેલા મોટા પથ્થરો સીધા રોડ પર આવીને સ્કૂલના બાળકોને લઈને જતી ઇકો કાર પર પડ્યા હતા, જેના કારણે ગાડીનો કાચ તૂટી ગયો હતો, જોકે સદનસીબે ગાડીમાં સવાર બાળકનો આબાદ બચાવ થયો છે. અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પરિણામ ન લાવવામાં આવતા સ્થાનિકો અને વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને લીઝ કાયમ માટે બંધ કરાવવાની ઉગ્ર માંગ કરી છે.

આ સમાચાર શેર કરો