સ્કૂલવર્ધી વાહનોના ભાડામાં 20%નો તોતિંગ વધારો, વાલીનો વાર્ષિક ખર્ચ 3થી 6 હજાર વધી જશે
વાલીઓને માથે મોંઘવારીનો વધુ એક માર પડવા જઈ રહ્યો છે, કારણકે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા નવા શરૂ થતા શૈક્ષણિક વર્

વાલીઓને માથે મોંઘવારીનો વધુ એક માર પડવા જઈ રહ્યો છે, કારણકે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા નવા શરૂ થતા શૈક્ષણિક વર્ષથી સ્કૂલ વર્ધી વાહનોમાં કિલોમીટર દીઠ રૂપિયામાં વધારો કરવાની જાહેરાત કરી છે. સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વેનના 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષામાં 100 રૂપિયા વધારવાની જાહેરાત કરી છે.
નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વેનના 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષામાં 100 રૂપિયા વધારવાની જાહેરાત
| સ્કૂલ રિક્ષા | સ્કૂલવાન | |||
| અંતર | જુનું ભાડું | નવું ભાડું | જુનું ભાડું | નવું ભાડું |
| 1 કીમી.દીઠ | 650 રૂપિયા | 750 રૂપિયા | 1000 રૂપિયા | 1200 રૂપિયા |
| 2 કીમી.દીઠ | 750 રૂપિયા | 850 રૂપિયા | 1200 રૂપિયા | 1400 રૂપિયા |
| 3 કીમી.દીઠ | 850 રૂપિયા | 950 રૂપિયા | 1400 રૂપિયા | 1600 રૂપિયા |
| 4 કીમી.દીઠ | 950 રૂપિયા | 1050 રૂપિયા | 1600 રૂપિયા | 1800 રૂપિયા |
| 5કીમી.દીઠ | 1050 રૂપિયા | 1150 રૂપિયા | 1800 રૂપિયા | 2000 રૂપિયા |
એસોસિએશનના જણાવ્યા મુજબ છેલ્લે નવેમ્બર 2021માં સ્કૂલ વર્ધી વાહનોના ભાડા વધારવામાં આવ્યા હતા, અને ત્રણ દર વર્ષે ભાવ વધારો કરવાનો હોય છે, જેથી આ વર્ષે સ્કૂલ વર્ધીના વાહનોમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે.
નવા ભાડામાં તોતિંગ વધારો
હવે નવા ભાડા મુજબ સ્કૂલ રિક્ષામાં મિનિમમ ભાડું રૂપિયા 650ને બદલે 750 રૂપિયા લેવાશે, અને દર કિલોમીટર દીઠ 100 રૂપિયાનો વધારો થશે. સ્કૂલ વાનમાં મિનિમમ ભાડું એક હજાર રૂપિયાના બદલે 1200 રૂપિયા લેવાશે અને જેમાં દર કિલોમીટરે 200 રૂપિયાનો વધારે થશે. એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે હાલમાં આરટીઓનો ખર્ચ તેમજ મોંઘવારીમાં વધારો થયો હોવાથી ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.
વાલીનો વાર્ષિક ખર્ચ 3થી 6 હજાર વધી જશે
સ્કૂલવર્ધી એસોસિએશનના નિયમ મુજબ સ્કૂલ, રિક્ષા, વેન કે બસ માટે પુરા વર્ષનું ભાડું ચૂકવવાનું હોય છે. આમ દિવાળી વેકેશન, ઉનાળું વેકેશન બાદ કરતા દસ મહિના અને ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને તો 8 મહિના જ ભણવાનું હોય છે, પરંતુ નિયમ મુજબ 12 મહિનાનું ભાડું આપવું પડે છે. ભાડા વધ્યા છે ત્યારે વાલીનો ખર્ચ વાર્ષિક સરેરાશ 3થી 6 હજાર રૂપિયા વધશે.






