મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાઈ

રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં બાકી રહેલી વિવિધ સમિતિઓના ચેરમેનોની

તસવીર: gstv

રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં બાકી રહેલી વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી કરવામાં આવી. બેઠક બાદ જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળીયાએ જણાવ્યું કે જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે, છતાં ખેતી માટે હજુ વધુ વરસાદની જરૂર છે. તેમણે ખરાબ રોડ-રસ્તાઓ અંગે તંત્રને જરૂરી સૂચનાઓ આપી હોવાનું કહી સ્થાનિકોને અગવડ ન પડે તે પ્રાથમિકતા હોવાનું જણાવ્યું. સાસણ ગીર ખાતે પ્રશિક્ષણ વર્ગ દરમિયાન તેમના પર લાગેલા દારૂ પીધાના આક્ષેપોને નકારી કાઢતાં તેમણે કહ્યું કે તે વિરોધીઓની બદનામ કરવાની સાજિશ છે. પરિવાર, ધારાસભ્યો અને 350 જેટલા કાર્યકરો હાજર હતા અને લોકોની સેવા સતત ચાલુ રહેશે.

આ સમાચાર શેર કરો