VIDEO: રાજકોટ: ભાજપના આગેવાને મનપા કર્મચારીને આપી ધમકી, વીડિયો વાયરલ
રાજકોટમાં મહાનગરપાલિકાના એક કર્મચારીને જિલ્લા ભાજપના આગેવાન ગિરીશ પરમાર દ્વારા ધમકી આપવ

રાજકોટમાં મહાનગરપાલિકાના એક કર્મચારીને જિલ્લા ભાજપના આગેવાન ગિરીશ પરમાર દ્વારા ધમકી આપવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વોર્ડ નંબર ૧૩/૮ ની બોર્ડર પર મણીચોક નજીક ડ્રેનેજની કામગીરી ચાલુ હતી ત્યારે ભાજપના આગેવાને કર્મચારી સાથે અપશબ્દોનો પ્રયોગ કરી "અમે તારા બાપ અને દાદા છીએ" તેવી ભાષામાં ધમકાવ્યા હતા. કામગીરી દરમિયાન બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, આ ગંભીર બાબતે અત્યાર સુધી મનપા કે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન કે કાર્યવાહી કરવામાં આવી નથી.




