VIDEO: રાજકોટ: ગોંડલના કારખાનામાં ભીષણ આગ, કરોડોનું નુકસાન
રાજકોટના ગોંડલમાંથી આગની એક મોટી ઘટના સામે આવી છે. ગોંડલના હડમતાળા નજીક આવેલ એચ.ડી.પોલી પ્લાસ્ટ નામના

રાજકોટના ગોંડલમાંથી આગની એક મોટી ઘટના સામે આવી છે. ગોંડલના હડમતાળા નજીક આવેલ એચ.ડી.પોલી પ્લાસ્ટ નામના કારખાનામાં ભયાનક આગ ફાટી નીકળી છે. પ્રાથમિક વિગતો મુજબ, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે…છેલ્લા ૧૦ કલાકથી સતત ધગધગી રહેલી આ આગ પર કાબૂ મેળવવા માટે ગોંડલ, શાપર અને રાજકોટ સહિતની ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને ભારે જહેમત ઉઠાવી રહી છે. આ ભીષણ આગમાં કારખાનામાં રાખેલો મોટાભાગનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે, જેમાં આશરે રૂપિયા ૩ થી ૪ કરોડનું મોટું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.




