VIDEO: રાજકોટ સુરત પૂર મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના ભાજપ સરકાર પર પ્રહાર
રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસ

રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સુરતની પૂરની સ્થિતિને લઈને ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, રાજ્યના શહેરોમાં પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર રહી છે અને તેના નામે ભાજપના નેતાઓ દ્વારા માત્ર ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. સુરતમાં સર્જાયેલી પૂરની ગંભીર સ્થિતિ માટે મનપા તંત્ર અને ભાજપના શાસકોની બેદરકારીને જવાબદાર ઠેરવતા તેમણે જણાવ્યું હતું કે, આ વહીવટી નિષ્ફળતા અને લાપરવાહીને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. કોંગ્રેસે આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને નેતાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની તથા પૂરથી અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક યોગ્ય આર્થિક સહાય ચૂકવવાની ઉગ્ર માંગ કરી છે.




