VIDEO: રાજકોટ ફૂડ વિભાગ એક્શનમાઃ વાસી ખોરાક પકડાતા વેપારીઓ સામે કડક કાર્યવાહી
રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના વેપારીઓ સામે ફૂ

રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના વેપારીઓ સામે ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં 11 રેસ્ટોરન્ટ અને ફૂડ આઉટલેટમાં કરાયેલા ચેકિંગ દરમિયાન મોટી માત્રામાં વાસી અને એક્સપાયરી ડેટવાળા ખાદ્ય પદાર્થો ઝડપાયા છે. પીઝા કન્ટ્રી કિચનમાંથી 14 કિલો એક્સપાયરી પીઝા બેઝ, વાસી ગ્રેવી, પાસ્તા અને નુડલ્સ મળી આવ્યા, જ્યારે જાગનાથ ચોક સ્થિત અમૂલ પાર્લરમાંથી 45 કિલો વાસી આઇસક્રીમ જપ્ત કરવામાં આવ્યો. ઉપરાંત માણેક ચોક સેન્ડવીચ પીઝા, કટક બટક ફાસ્ટ ફૂડ, જૈન ફૂડ, દેવ ફાસ્ટ ફૂડ, જય દ્વારકાધીશ ગોળ અને ઇટ એન્ડ જોયમાંથી પણ વાસી, પડતર અને એક્સપાયરી ખાદ્ય સામગ્રી મળી આવી છે. ફૂડ વિભાગે તમામ જથ્થો નષ્ટ કરી સંબંધિત વેપારીઓ સામે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરી છે અને ગ્રાહકોને પણ ખાદ્ય વસ્તુ ખરીદતા પહેલાં તેની ગુણવત્તા અને એક્સપાયરી તારીખ ચકાસવાની અપીલ કરી છે.




