VIDEO: રાજકોટઃ આપઘાત કરનાર યુવતીના પરિવારે ન્યાયની માગ કરી
રાજકોટમાં આપઘાત કરનાર જેતપુરની યુવતી નંદિની બોસમિયાના કેસમાં હવે પરિવાર મીડિયા સમક્ષ આ

રાજકોટમાં આપઘાત કરનાર જેતપુરની યુવતી નંદિની બોસમિયાના કેસમાં હવે પરિવાર મીડિયા સમક્ષ આવ્યો છે. મૃતકના પિતા અને બહેને નંદિનીને ન્યાય અપાવવા તેમજ આરોપીઓને કડકમાં કડક, ફાંસી જેવી સજા કરવાની માંગ કરી છે. પરિવારનો આક્ષેપ છે કે આવી રીતે અનેક યુવતીઓને ફસાવવાનું કાવતરું ચાલે છે. નંદિનીએ જૂનાગઢના પરણિત યુવક અસલમ સાથે મૈત્રી કરાર કર્યો હતો. ગત મહિને રાજકોટની ભાગોળે આવેલા ફ્લેટમાં નંદિનીએ આપઘાત કર્યો હતો. આ સમગ્ર મામલે પરિવારની ફરિયાદના આધારે અસલમ અને તેના પરિજનો સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાઈ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.




