મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટઃ ઈન્દિરા સર્કલ પાસે ટોઈંગ વાન કર્મચારીની દાદાગીરી, ચાલકને પાઇપ વડે ફટકાર્યો

રાજકોટમાં ટ્રાફિક શાખાની ટોઈંગ વાનના કોન્ટ્રાક્ટ કર્મચારીઓની દાદાગીરી ફરી એકવાર

રાજકોટમાં ટ્રાફિક શાખાની ટોઈંગ વાનના કોન્ટ્રાક્ટ કર્મચારીઓની દાદાગીરી ફરી એકવાર સામે આવી છે.. ઈન્દિરા સર્કલ નજીક કાર લોક કરવાની બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં, કર્મચારીએ કાર ચાલકને બેફામ ગાળો ભાંડી અને લોખંડની પાઇપ વડે માર માર્યો હતો. મહત્વની વાત એ છે કે સમગ્ર ઘટના સમયે ટોઈંગ વાનમાં એક મહિલા પોલીસ કર્મચારી પણ હાજર હતા, છતાં કર્મચારી બેખોફ થઈને હુમલો કરતો રહ્યો. ત્યાં હાજર રાહદારીઓએ આ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. વારંવાર વિવાદોમાં આવવા છતાં તંત્ર દ્વારા કોઈ કડક પગલાં ન લેવાતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો