VIDEO: દ્વારકા જિલ્લાના સલાયા ગામની એક શાળામાં માસૂમ બાળકોના હાથમાં પુસ્તકોના બદલે સાવરણીનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
દેવભૂ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામની એક શાળાનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. વાયરલ વીડિયોમાં નાના-નાના વિદ્યાર્થીઓ પાસે શાળા પરિસરમાં સફાઈ કરાવવામાં આવી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે....માસૂમ બાળકોના હાથમાં પુસ્તકોના બદલે સાવરણી જોઈને વાલીઓ અને સ્થાનિકોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ દેવભૂમિ દ્વારકા શિક્ષણ વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ (DEO) આ સમગ્ર મામલે ગંભીરતા દાખવીને તપાસના આદેશ આપી દીધા છે..


