VIDEO : દ્વારકાના મીઠાપુરમાં બ્રોમીન પાઈપલાઈન લીકેજ, ફળદ્રુપ જમીનો ખારું રણ બનતાં ખેડૂતો પાયમાલ!
દ્વારકાના મીઠાપુર ખાતે આવેલા ટાટા કેમિકલ્સના મહાકાય પ્લાન્ટની બેદરકારીના
દ્વારકાના મીઠાપુર ખાતે આવેલા ટાટા કેમિકલ્સના મહાકાય પ્લાન્ટની બેદરકારીના કારણે સ્થાનિક ખેડૂતો ભારે મુસીબતમાં મુકાયા છે. ખતુંબા રણ વિસ્તારમાંથી પસાર થતી દરિયાના ખારા પાણીની બ્રોમીન પાઈપલાઈન વારંવાર લીકેજ થવાને કારણે ખેડૂતોના ફળદ્રુપ ખેતરોમાં ખારું પાણી ફરી વળ્યું છે. આશરે 25થી 30 કિલોમીટર લાંબી આ પાઈપલાઈનને લીધે ખતુંબા, મૂળવેલ, રાજપરા, શામળાસર, પોસિત્રા, હમુસર અને પાડલી જેવા અનેક ગામડાઓના હજારો ખેડૂતોની ઉપજાઉ જમીન હવે ખારા રણમાં ફેરવાઈ ગઈ છે. ટાટા કંપનીની આ કનડગત સામે સ્થાનિકો દ્વારા તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, કંપની સામે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે, લાચાર બનેલા ધરતીપુત્રો પોતાની પેઢીઓની ખેતી છોડીને મજૂરી કરવા મજબૂર બન્યા છે.



