VIDEO: "20 કિલોના બિયારણની બેગમાં 500થી 600 રૂપિયાનો તોતિંગ વધારો "
રાજ્યમાં ચોમાસાની વાવણી શરૂ થઈ છે, પરંતુ ખેડૂતો પર મોંઘવારીનો નવો કોરડો વીંઝાયો છે. મગફળીના 20 કિલ


રાજ્યમાં ચોમાસાની વાવણી શરૂ થઈ છે, પરંતુ ખેડૂતો પર મોંઘવારીનો નવો કોરડો વીંઝાયો છે. મગફળીના 20 કિલોના બિયારણની બેગમાં 500થી 600 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે. મકાઈ, બાજરી અને રાયડા સહિતના અન્ય બિયારણમાં પણ 200થી 300 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે, જેના કારણે પ્રતિ વીઘે ખેતીનો ખર્ચ 30થી 35 હજારથી વધીને 50થી 55 હજાર રૂપિયા સુધી પહોંચી ગયો છે. પાકના ભાવ સ્થિર રહેતા ખેડૂતો આર્થિક તંગીમાં મુકાયા છે. ખેડૂતોએ સરકાર પાસે બિયારણના ભાવ પર અંકુશ અને સબસિડીની માંગ કરી છે.




