અમદાવાદ: એરપોર્ટ પરિસરમાં પોલીસ-વાહન ચાલક વચ્ચે મારામારી, 5 હજાર માંગ્યાનો આરોપ
અમદાવાદ એરપોર્ટ પરિસરમાં વધુ એક માથાકુટનો વીડિયો સામે આવ્યો છે. સરદાર પટેલ સ

અમદાવાદ એરપોર્ટ પરિસરમાં વધુ એક માથાકુટનો વીડિયો સામે આવ્યો છે. સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે મારામારીનો વીડિયો વાયરલ થયો છે. નો પાર્કિગમાં ઉભેલી ગાડી સામે પોલીસે કાર્યવાહી કરતા મામલો બિચક્યો હતો. પોલીસે ફરજ પર રૂકાવટનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
એરપોર્ટ પરિસરમાં માથાકૂટ
અમદાવાદ એરપોર્ટ પરિસરમાં નો પાર્કિગમાં ઉભેલી ગાડી સામે પોલીસે કાર્યવાહી કરતા વાહન ચાલક અને પોલીસ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. પોલીસ દ્વારા 5 હજારની માંગ કરાઇ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા રાજ્ય સેવકના કામ બદલ રૂકાવટ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ કર્મીસાથે મારામારી બદલ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અરવલ્લી: નકલી ASIની ઓળખ આપી પોલીસમાં નોકરીના બહાને આચરી છેતરપિંડી
એરપોર્ટ પર રિક્ષાચાલકો-ગાર્ડ વચ્ચે પણ થયું હતું ઘર્ષણ
આ પહેલા અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ અરાઇવલ ટર્મીનલ એક ઉપર રિક્ષા ચાલકો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે કોઇ કારણોસર ઘર્ષણ થતાં ભાગદોડ મચી હતી. આ દરમિયાન કેટલાક સિક્યુરિટી ગાર્ડ રિક્ષા ચાલકોને દોડાવી દોડાવીને લાકડી પાઇપ વડે ફટકારતાં ત્રણ રિક્ષા ચાલકો અને એક કેબ ડ્રાઇવરને ઇજા પહોંચી હતી.








