અમદાવાદ: પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ કરી આત્મહત્યા, આપઘાતનું કારણ અકબંધ
અમદાવાદ શહેરમાં પોલીસખાતામાં ફરજ બજાવતા પોલીસકર્મીએ આત્મહત્યા કરી છે. પોલીસ હેડક્વાર્

અમદાવાદ શહેરમાં પોલીસખાતામાં ફરજ બજાવતા પોલીસકર્મીએ આત્મહત્યા કરી છે. પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા જીતેન્દ્ર ભાઈ વાજા નામના પોલીસ કર્મીએ સર્વિસ હથિયારથી ગોળી મારીને જીવન ટુંકાવ્યું છે. પોલીસ કમિશ્નર જી.એસ. મલિકે મૃતક પોલીસકર્મીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
પોલીસકર્મીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અકબંધ
પોલીસકર્મીએ કયા કારણોસર આત્મહત્યા કરી છે, તે હજુ સામે આવ્યું નથી. પોલીસે આત્મહત્યા મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસકર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો છે.




