મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બરવાળા-સાળંગપુર રોડ પર પિક-અપ ગાડીએ મારી પલટી, અમદાવાદનાં પરિવારને નડ્યો અકસ્માત

સાળંગપુર મંદિરેથી દર્શન કરી પરત ફરી રહેલા અમદાવાદના પરિવારને

બરવાળા-સાળંગપુર રોડ પર પિક-અપ ગાડીએ મારી પલટી, અમદાવાદનાં પરિવારને નડ્યો અકસ્માત

સાળંગપુર મંદિરેથી દર્શન કરી પરત ફરી રહેલા અમદાવાદના પરિવારને  અકસ્માત નડ્યો હતો. જેમાં અમદાવાદ પરત ફરી રહેલી પિક-અપ ગાડી પલટી ખાઈ ગઈ હતી. તેના કારણે ગાડીમાં સવાર કુલ 16 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

અમદાવાદના એક જ પરિવારના સભ્યો સાળંગપુર મંદિર ખાતે પિક-અપ ગાડી લઈને દર્શન કરવા ગયા હતા. સાળંગપુર દર્શન કરીને અમદાવાદ તરફ પરત ફરતી વખતે બોટાદ જિલ્લાના બરવાળા ગામ પાસે સાળંગપુર રોડ પર બજરંગદાસ બાપાની મઢી પાસે પિક-અપ ગાડીના ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ગાડી પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં સવાર 5 મહિલા 2 બાળકો સહિત 16 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જેમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે 1 મહિલા અને 1 બાળકને ગંભીર ઇજાઓ પહોંચતા બોટાદની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. 

આ સમાચાર શેર કરો