મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખંભાળિયાનો બહુરૂપિયો નકલી અધિકારી ઝડપાયો, જુદા જુદા હોદ્દા બતાવી લોકોને છેતર્યા

દ્વારકાના ખંભાળિયામાં જીલ પંચમતીયા નામના શખ્સે નકલી અધિકારી તરીકેની ઓળખ બનાવી અને

ખંભાળિયાનો બહુરૂપિયો નકલી અધિકારી ઝડપાયો, જુદા જુદા હોદ્દા બતાવી લોકોને છેતર્યા

દ્વારકાના ખંભાળિયામાં જીલ પંચમતીયા નામના શખ્સે નકલી અધિકારી તરીકેની ઓળખ બનાવી અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. આરોપીએ એડિશનલ કલેક્ટર, મેડિકલ કોલેજના એડિશનલ ડીન અને રેવન્યુ કમિશનર જેવા ઉચ્ચ હોદ્દાઓની ખોટી ઓળખ ધારણ કરી હતી. તેની પાસેથી એડિશનલ કલેક્ટરના બોર્ડવાળી કાર, રેવન્યુ કમિશનરની નેમપ્લેટ અને નકલી નંબર પ્લેટવાળી કાર જપ્ત કરવામાં આવી છે.

આરોપીએ આ નકલી ઓળખનો ઉપયોગ કરીને એક યુવકને એમબીબીએસમાં એડમિશન આપવાની લાલચ આપી 48 હજાર રૂપિયા ખંખેર્યા હતા, જ્યારે અન્ય એક યુવકને પોલીસમાં નોકરી અપાવવાનું લોભામણું વચન આપી 32 હજાર 800  રૂપિયા પડાવ્યા હતા. આ ઘટનાઓને પગલે આરોપી જીલ પંચમતીયા વિરુદ્ધ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ-અલગ ગુન્હા નોંધવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો