Mahisagar news: મોતીઘોડા રોડ પર એક વ્યક્તિ વીજ પોલ પર ચડી ગયો, જાણો શું છે કારણ
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં મોતીઘોડા રોડ પર એક વ્યક્તિ વીજ પોલ પર ચડી ગયો હતો.

મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં મોતીઘોડા રોડ પર એક વ્યક્તિ વીજ પોલ પર ચડી ગયો હતો. આ ઘટના તાત્કાલિક જાણવા મળતાં લુણાવાડા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી અને વીજ પુરવઠાને તાત્કાલિક બંધ કરાવ્યો હતો.
વીજપુરવઠો કરાવ્યો બંધ
ઉલ્લેખનીય છે કે વીજપુરવઠો એટલા માટે બંધ કરાવ્યો હતો કે કોઈ અકસ્માત સર્જાઈ નહી.. નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ, પોલીસ તેમજ MGVCLના અધિકારીઓ પણ તરત પહોંચ્યા અને સ્થિતિને નિયંત્રણમાં લેવાનું કાર્ય શરૂ કર્યું.મળતી માહિતી અનુસાર, આ વ્યક્તિએ ગાડીનું ભાડું ચૂકવવું ન પડે તે માટે આવું તર્કટ રચ્યું હતું, જે તેની માનસિક અસ્થિરતા દર્શાવે છે. તંત્રે સમયસૂચકતા અને સમજાવટથી તેને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધો કાર્યવાહીએ આશ્વાસન આપ્યું ગતું.




