મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: DEOના આદેશને ઘોળીને પી ગયા સ્કૂલનાં સંચાલકો, આ આદેશનું ઉલ્લંઘન કરતા ફટકારાઈ નોટિસ

વડોદરામાં ધોધમાર વરસાદ બાદ સ્કૂલોમાં રજા જાહેર કરાવવામાં આવી હતી. પરંતું જૈનિથ સ્કૂલના સં

વડોદરા: DEOના આદેશને ઘોળીને પી ગયા સ્કૂલનાં સંચાલકો, આ આદેશનું ઉલ્લંઘન કરતા ફટકારાઈ નોટિસ

વડોદરામાં ધોધમાર વરસાદ બાદ સ્કૂલોમાં રજા જાહેર કરાવવામાં આવી હતી. પરંતું જૈનિથ સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી શાળા ચાલુ રાખી હતી.

વડોદરા શહેરમાં પડેલા વરસાદના કારણે સ્કૂલો બંધ રાખવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. પરંતુ પ્રતાપનગરની જૈનિથ સ્કૂલનાં સંચાલકોએ વિદ્યાર્થીઓનાં જીવ જોખમમાં શાળાએ બોલાવ્યા હતા. આમ સ્કૂલના સંચાલકો જિલ્લા શિક્ષણ અધિકારીનો આદેશ ઘોળીને પી ગયા હતા.  DEO કચેરીએ શાળાને નોટિસ ફટકાઈને આ મુદ્દે ખુલાસો માંગ્યો છે. 

વડોદરામાં શનિવારની રાતથી જ વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થતાં પૂરનો ખતરો ઊભો થયો હતો.  ધોધમાર વરસાદે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી હતી. જેના પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓમાં સોમવારે રજા જાહેર કરી હતી.

આ સમાચાર શેર કરો