મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠા: લુદ્રા નજીક કેનાલમાં માતાએ બે બાળકો સાથે લગાવી મોતની છલાંગ

દિયોદરના લુદ્રા નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં માતાએ બે બાળકો સાથે મોતની છલાંગ લગાવી હતી. ત્રણેયના મોત ન

બનાસકાંઠા: લુદ્રા નજીક કેનાલમાં માતાએ બે બાળકો સાથે લગાવી મોતની છલાંગ

દિયોદરના લુદ્રા નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં માતાએ બે બાળકો સાથે મોતની છલાંગ લગાવી હતી. ત્રણેયના મોત નિપજ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના લુદ્રા નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં શુક્રવારે માતાએ બે બાળકો સાથે માતાએ ઝંપલાવ્યું હતું. પાણીમાં ગરકાવ થઈ જતા ત્રણેયના મોત નિપજ્યા છે. તરવૈયાઓની મદદથી મૃતદેહો બહાર કાઢવમાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઘટના સ્થળે લોકોનું ટોળું ઉમટી પડ્યું

આ બનાવની જાણ થતા ઘટના સ્થળે લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. જોકે, ક્યાં કારણોસર મોતની છલાંગ લગાવી તે જાણી શકાયું નથી. બીજી તરફ પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો