દ્વારકા: ત્રણ દિવસથી ગુમ સગીરની તેના મિત્રએ હત્યા કરીને ટાંકામાં ફેંક્યો, મૃતકની સોનાની ચેન પણ લૂંટી લીધી
રાજ્યના દ્વારકા જિલ્લાનાં હિચકારી હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં 16

રાજ્યના દ્વારકા જિલ્લાનાં હિચકારી હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં 16 વર્ષના કિશોરની તેના મિત્રએ જ હત્યા કરી નાખી હતી. કોઈ કારણસર બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને મિત્રની જ હત્યા કરી નાખી હતી. કેતન વાઘેલાની તેના મિત્ર હર્ષ દામજી નાધેરાને મોતને ઘાટ ઉતારીને તેના મૃતદેહને ટાંકામાં ફેંકી દીધો હતો.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, દ્વારકાના ખંભાળિયામાં કેતન વાઘેલા નામના સગીરનો મૃતદેહ રામનાથ સોસાયટીના પાણીના ટાંકામાંથી મળી આવ્યો છે. કેતન વાઘેલા ત્રણ દિવસ પહેલાં ગુમ થયો હતો. ત્યારે માતા-પિતા દ્વારા લાપતાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્રણ દિવસ બાદ બુધવારે (20 માર્ચ) મોડી રાત્રે પાણીના ટાંકામાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
મિત્રએ જ મિત્રની હત્યા કરી
મૃતક કિશોરની સોનાની ચેન પણ લૂંટી લીધી હતી. એટલું જ નહીં હત્યાની ઘટનાને અંજામ આપ્યા પછી શખ્સે નાટક કર્યું હતું. મૃતકના પરીવારજનને મૃતક યુવક અન્ય મિત્રો સાથે બહાર ગયો હતો તેવી વાત કરી હતી.બે દિવસ સુધી મૃતકના પરિવાર સાથે તેને ગોતવા તેમજ પોલીસ ફરિયાદ કરવા સાથે સતત સાથે રહ્યો હતો.
હત્યારાને પર્દાફાશ થવાનો ડર લાગ્યો
આખરે હત્યારાને પર્દાફાશ થવાનો ડર લાગતા બહાર ગામ જવાનું બહાનું કાઢીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું કે હત્યારાના ઘરની બહાર જ મૃતકના ચંપલ પડ્યા હતા અને મૃતકની બાઈક પણ હત્યારાના ઘરની બાજુમાં જ પડેલી હતી.






