મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: વાસણની દુકાન ધરાવતો વેપારી લૂંટાયો, ટુ વ્હિલર પર આવેલા બે શખ્સો લૂંટ ચલાવીને ફરાર

અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી હત્યા, ચોરી અને લૂંટફાટોની ઘટનાઓ સતત સામે આવી રહી છે. કાયદો અને વ્યવસ્થા કથળી હોવાનુ

અમદાવાદ: વાસણની દુકાન ધરાવતો વેપારી લૂંટાયો, ટુ વ્હિલર પર આવેલા બે શખ્સો લૂંટ ચલાવીને ફરાર

અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી હત્યા, ચોરી અને લૂંટફાટોની ઘટનાઓ સતત સામે આવી રહી છે. કાયદો અને વ્યવસ્થા કથળી હોવાનું સામે આવ્યું છે.  શહેરના પોશ વિસ્તાર ગણાતા સતાધાર ચાર રસ્તા નજીક ગત રાત્રે લૂંટની ઘટના બની હતી. 

વાસણની દુકાન ધરાવતા વેપારીને લૂંટીને લૂંટારાઓ ફરાર

સતાધારમા  નવરંગ ટાવરમાં વાસણની દુકાન ધરાવતા વેપારી રાત્રે 10 વાગ્યાની આસપાસ સતાધારથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમની નજીક  એક શખ્સ વાહન ચલાવી રહ્યો હતો અને એક શખ્સ તેની પાછળ બેઠો હતો.

થેલામાં 1.75 લાખ રોકડા હતા

અચાનક પાછળ બેઠેલા શખ્સે વેપારીનો થેલો ખેંચ્યો હતો અને ચાલુ વાહને થેલો ખેંચીને ફરાર થઈ ગયા હતા વેપારીના જણાવ્યા અનુસાર થેલામાં 1.75 લાખ રોકડા હતા. ઘટના બાદ વેપારીએ તેના દિકરાને કોલ કરીને સમગ્ર હકિકત જણાવી હતી. પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને લૂંટારાઓને ઝડપવાની કાર્યવાહી શરૂ કરી હતી. 

આ સમાચાર શેર કરો