મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોરબીમાં પ્લાસ્ટિક કંપનીમાં લાગી ભીષણ આગ, ભર બપોરે છવાયો ધુમાડાનો અંધકાર

ગુજરાતના મોરબીના વાંકાનેર નેશનલ હાઇવે નજીક પ્લાસ્ટિકના કારખાનામાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. પલાસ્ટીકને

મોરબીમાં પ્લાસ્ટિક કંપનીમાં લાગી ભીષણ આગ, ભર બપોરે છવાયો ધુમાડાનો અંધકાર

ગુજરાતના મોરબીના વાંકાનેર નેશનલ હાઇવે નજીક પ્લાસ્ટિકના કારખાનામાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. પલાસ્ટીકને કારણે થોડાક જ સમયમાં આગ પ્રસરી હતી અને બેકાબૂ બની હતી. 

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે નજીક જાંબુડીયા ગામની એક હોટલના પાછળના ભાગે  સીટ કવર બનાવતી વિનાયક કોર્પોરેશન નામની ફેકટરીમાં બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કંપનીમાં મોટેભાગે પલાસ્ટિક હોવાના કારણે આગે થોડી જ વારમાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના લીધે ધુમાડાના ગોટે ગોટા દૂરથી દેખાઈ રહ્યા હતા. 

આગની દુર્ઘટનાની જાણ ફાયર બ્રિગેડ વિભાગને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ પલાસ્ટિકને કારણે આગ એટલી બેકાબૂ બની ગઈ હતી કે જોત જોતામાં બાજુની એક કંપની પણ આગની ચપેટમાં ચડી ગઈ હતી. આ ઘટનામાં મોટા પ્રમાણમાં નુકશાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે સદનસીબે કોઈ જાન હાની થઈ નથી.

હાલ મોરબી ફાયર વિભાગની બે ટીમ ઘટના સ્થળે છે ને આજુબાજુથી પાણીની વ્યવસ્થા કરી બેકાબૂ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તદઉપરાંત વાંકાનેર અને રાજકોટની ફાયરવિભાગની ટીમનો સંપર્ક સાધવામાં આવ્યો છે.

સિરામિક ઝોનમાં આગની ઘટનાઓના પગલે લોકો માંગ કરી રહયા છે કે, ઉદ્યોગ કંપનીઓ માટે ઝડપથી અલગ આધુનિક સુવિધા સાથેનું ફાયર સ્ટેશન ઉભું કરવામાં આવે. 

આ સમાચાર શેર કરો