ધોળકામાં રુની કંપનીમાં લાગી વિકરાળ આગ, ફાયરની 9 ગાડીઓનો સાત કલાકથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ
અમદાવાદમાંથી ફરી વખત 24 કલાકમાં બીજી એક આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. અમદાવાદ જિલ્લામાં ધોળકા બગોદરા

અમદાવાદમાંથી ફરી વખત 24 કલાકમાં બીજી એક આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. અમદાવાદ જિલ્લામાં ધોળકા બગોદરા હાઈવે પર રૂની કંપનીમાં આગ લાગવાનો મામલે છેલ્લા સાત કલાકથી રૂની કંપનીમાં સતત આગ ભભૂકી રહી છે. અમદાવાદ, ધોળકા નગરપાલિકા સહિતની નવથી વધુ ફાયરની ગાડીઓ દ્વારા આગ બુઝાવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સરંઢી ગામ પાસે આવેલ સપ્લાનેટ કંપનીમાં આગ લાગી છે.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા હતા. જેને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. નવથી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. બપોરના ત્રણ વાગ્યાની આસપાસ આગ લાગી હતી, જેને સાત કલાકથી વધુ સમયથી આગ લાગી છે પરંતુ આગ પર હજુ સુધી કાબુ મેળવાયો નથી. આગમાં કંપનીમાં રહેલ રૂની ઘાસડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે.




