મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ શહેરમાં ACBની સફળ ટ્રેપ, પોલીસકર્મી લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

ગુજરાતમાંથી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ઠેર ઠેર લાંચ લેતા સરકારી કર્મચારીઓને ઝડપી પાડવામાં આવે છે. એવામાં અમદાવાદમાં

અમદાવાદ શહેરમાં ACBની સફળ ટ્રેપ, પોલીસકર્મી લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

ગુજરાતમાંથી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ઠેર ઠેર લાંચ લેતા સરકારી કર્મચારીઓને ઝડપી પાડવામાં આવે છે. એવામાં અમદાવાદમાંથી લાંચ લેતા પોલીસ કર્મીને સફળતાથી ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજરાત એસીબીએ શહેરમાં સફળ છટકું ગોઠવ્યું અને લાંચ લેતા પોલીસ અધિકારીને ઝડપી પાડ્યો છે.

અમદાવાદ શહેર પોલીસના પોલીસકર્મીને એસીબીએ લાંચ લેતા ઝડપ્યો છે. નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ એસીબીના હાથે લાંચ લેતા ઝડપાયો છે. વનરાજસિંહ વાળા રુ. 1500ની લાંચ લેતા રંગે હાથ પકડાયો છે. દારૂના ખોટો કેસ નહીં કરવા વનરાજસિંહ વાળા એ રુ. 2500ની લાંચ માંગી હતી. જેમાં 1,000 રૂપિયા અગાઉ મેળવી લીધા હતા બાકીના 1,500 રૂપિયા લેવા જતા કોન્સ્ટેબલ વનરાજસિંહ વાળા પકડાયો હતો.

આ સમાચાર શેર કરો