મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ: સહેસા ગામમાં પરણિતાએ કરી આત્મહત્યા, બે વર્ષ પહેલા જ થયા હતા લગ્ન

સિદ્ધપુર તાલુકાના સહેસા ગામમાં પરણિતાએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. બીજી તરફ આ બનાવની જા

પાટણ: સહેસા ગામમાં પરણિતાએ કરી આત્મહત્યા, બે વર્ષ પહેલા જ થયા હતા લગ્ન

સિદ્ધપુર તાલુકાના સહેસા ગામમાં પરણિતાએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સહેસા ગામમાં બુધવારે એક 21 વર્ષીય પરણિતાએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. જોકે, આત્મહત્યા કરવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. મૃતક નેહા ઠાકોરના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા. 

પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી

બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દીધો છે. આ બનાવ સંદર્ભે કાકોશી પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો