મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડઃ દફનાવેલા બાળકની હત્યા મુદ્દે થયો મોટો ખુલાસો, મહિલાના પ્રેમીએ જ...

વલસાડના ઉમરગામ પાલિકામાં ચાર મહિનાના બાળકની શંકાસ્પદ હત્યા બાદ કબ્રસ્તાનમ

વલસાડઃ દફનાવેલા બાળકની હત્યા મુદ્દે થયો મોટો ખુલાસો, મહિલાના પ્રેમીએ જ...

વલસાડના ઉમરગામ પાલિકામાં ચાર મહિનાના બાળકની શંકાસ્પદ હત્યા બાદ  કબ્રસ્તાનમાંથી મૃતદેહ મળી આવ્યો છે. ઉમરગામ પાલિકા વિસ્તારના આનંદનગરમાં રહેતી એક મુસ્લિમ મહિલાએ તેના ચાર મહિનાના બાળકના શંકાસ્પદ મોત મામલે પોલીસ ફરીયાદ કરી હતી. કબ્રસ્તાનમાં દફન કરાયેલા બાળકના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે લઈ જવાયો હતો.

આ પણ વાંચોઃ VIDEO: ધાંગધ્રામાં ઘાતક દોરીથી મૃત્યુ પામેલા પક્ષીઓની અંતિમયાત્રા યોજાઈ 

મહત્વનું છે કે ફરિયાદી માતા અને પ્રેમી સાથે રહેતા હતા. આ દરમિયાન પ્રેમીના હાથમાંથી બાળક નીચે પડી જતાં તેનું મોત થયું હતું. બાળકની બે દિવસ અગાઉ દફનવિધિ કરવામાં આવી હતી. જોકે ફરિયાદી મહિલાનો પ્રેમી રાતોરાત અચાનક ગાયબ થઈ જતા બાળકના મોતને લઇ મહિલાને શંકા જતા ઉમરગામ પોલીસમાં ફરીયાદ કરવામાં આવી હતી. 

ઉમરગામ પાલિકા વિસ્તારના કબ્રસ્તાનમાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે લઈ જવાયો હતો. હાલ પોલીસ તપાસમાં આ બાબત હત્યા છે કે કેમ તેની તપાસ થઈ રહી છે. જોકે સમગ્ર ઘટનાથી શહેરમાં ચકચાર મચી છે. 

આ સમાચાર શેર કરો