મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધાંગધ્રામાં ઘાતક દોરીથી મૃત્યુ પામેલા પક્ષીઓની યોજાઈ અંતિમયાત્રા

મકરસંક્રાંતિ નિમિત્તે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને કાચ વાળી દોરીના કારણે દોરીથી અનેક પક્ષીઓ ઘવાયા હ

મકરસંક્રાંતિ નિમિત્તે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને કાચ વાળી દોરીના કારણે દોરીથી અનેક પક્ષીઓ ઘવાયા હોવાની સાથે ઘણાં પક્ષીઓ મોતને પણ ભેટ્યા છે. ધ્રાંગધ્રાના અરાઈસ ગ્રુપ અને જીવદયા ગ્રુપ દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન પતંગની ઘાતક દોરીથી મોતને ભેટેલા પક્ષીઓની અંતિમક્રિયા કરતા અગાઉ અંતિમ યાત્રા કાઢી હતી. 

આ પણ વાંચોઃ અમરેલીમાં પ્રેમીપંખીડાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ 

પતંગ રસિયાઓએ પતંગની મોજ તો માણી પણ અજાણતામાં અબોલ પક્ષીઓના જીવ પણ લેવાઈ ગયા. ચાઇનીઝ દોરી તેમજ ઘાતક દોરીઓનો ઉપયોગ ન કરવાનો નિયમ માત્ર કાગળ પર હોવાનું સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવ્યું છે. અનેક ઘવાયેલા પક્ષીઓને ક્વોરેન્ટાઇન રાખી સારવાર શરૂ કરવામાં આવી છે.  

આ પણ વાંચોઃ સુરતમાં પહેલીવાર પક્ષીની પાંખનું ટ્રાન્સપ્લાન્ટ, પતંગના દોરાથી અંગ ગુમાવનાર શાંતિદૂત ફરી આંબશે આકાશ

આ સમાચાર શેર કરો