મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:દેરી તોડતા સ્થાનિકોમાં ભારે રોષ

વડોદરામાં ઠેકરનાથ મંદિર પાસે દશામાની દેરી દૂર કરવાની કામગીરીને લઈને પાલિકા તંત્ર અને સ્થાનિકો વચ્ચ

વડોદરામાં ઠેકરનાથ મંદિર પાસે દશામાની દેરી દૂર કરવાની કામગીરીને લઈને પાલિકા તંત્ર અને સ્થાનિકો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ જ્યારે વોર્ડ નંબર પાંચમાં દબાણ દૂર કરવા પહોંચી ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિ વણસતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, છતાં લોકોના વિરોધ વચ્ચે તંત્ર દ્વારા આખરે ડેરી તોડી પાડવામાં આવી હતી. આ દરમિયાન સ્થાનિક કાઉન્સિલર મનોજ શાહે પણ વિરોધ નોંધાવી અધિકારીઓને રજૂઆત કરી હતી. સમગ્ર મામલે આખરે કાઉન્સિલરે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ડેરીના નવનિર્માણની બાહેધરી આપતા મામલો શાંત પડ્યો હતો,  

આ સમાચાર શેર કરો