મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AMTS ચલાવવા કોર્પોરેશન પાસેથી લેવાય છે અધધ રુપિયાની લોન! દેવું કરી ઘી પીતી સંસ્થાની આવક અને ખર્ચમાં મોટો તફાવત

એક સમય હતો જ્યારે એએમટીએસ બસ અમદાવાદની શાન ગણાતી હતી પરંતુ હવે તે કરોડોની ખોટ કરતી સેવા બનીને રહી ગઈ છે. અમદાવ

AMTS ચલાવવા કોર્પોરેશન પાસેથી લેવાય છે અધધ રુપિયાની લોન!  દેવું કરી ઘી પીતી સંસ્થાની આવક અને ખર્ચમાં મોટો તફાવત

એક સમય હતો જ્યારે એએમટીએસ બસ અમદાવાદની શાન ગણાતી હતી પરંતુ હવે તે કરોડોની ખોટ કરતી સેવા બનીને રહી ગઈ છે. અમદાવાદમાં રહેતા સ્થાનિકોના પરિવહન માટે AMTS ને ચલાવવા માટે અમદાવાદ શહેરના બસ તંત્રને કોર્પોરેશન પાસેથી લોન લેવી પડે છે. જેમાં આવક અને ખર્ચમાં મોટો તફાવત હોવાથી દેવાનો ડુંગર સતત વધતો જાય છે. દેવું કરી ઘી પીતી સંસ્થામાં જો દિલથી પ્રયાસ કરવામાં આવ્યો હોત તો દેવું ઘટાડી શકાયું હોત. તંત્રના અણઘડ વહીવટ અને ખાનગીકરણના કારણે તેમાં સતત વધારો થતો રહ્યો છે. દર વર્ષે સંસ્થા દ્વારા કૉર્પોરેશન પાસેથી લોન લેવામાં આવે છે. એવામાં આ દેવું ઘટવાને બદલે સતત વધી રહ્યું છે.

AMTS પાછળ કરવામાં આવેલ દેવા પર નજર કરીએ તો

અમદાવાદ શહેરમાં AMTS બસને દોડાવવા પાછળ કોર્પોરેશન પાસેથી દર વર્ષે મસ મોટું દેવું લેવામાં આવે છે. વર્ષ 2006માં AMTSનું દેવું 449.91 કરોડ રુપિયા હતું જે વર્ષ 2007માં ઘટીને 389.82 કરોડ રુપિયા થયું. બાદના વર્ષે તે ફરી 464.81 કરોડ રુપિયા થયું જ્યારથી તેણે ઓછું થવાનું નામ નથી લીધું. આ દેવું 2014માં ત્રણ ગણાથી પણ વધીને 1387.02 કરોડ થયું. જ્યારે ચાલુ વર્ષ 2024-25 માટે તે વધીને ૪૭૦૬.૬૮ કરોડ રુપિયાને આંબી ગયું છે. 

વર્ષ      દેવું (કરોડમાં)
૨૦૦૬ ૪૪૯.૯૧
૨૦૦૭ ૩૮૯.૮૨
૨૦૦૮ ૪૬૪.૮૧
૨૦૦૯ ૫૩૯.૭૨
૨૦૧૦ ૬૯૭.૩
૨૦૧૧ ૮૪૧.૩૩
૨૦૧૨ ૯૯૮.૧૧
૨૦૧૩ ૧૧૬૭.૪૮
૨૦૧૪ ૧૩૮૭.૦૨
૨૦૧૫ ૧૬૩૩.૩
૨૦૧૬ ૧૯૩૦.૦૧
૨૦૧૭ ૨૨૩૭.૭૨
૨૦૧૮ ૨૫૫૮.૭૧
૨૦૧૯ ૨૮૮૪.૩૮
૨૦૨૦ ૩૧૮૯.૬૯
૨૦૨૧ ૩૭૨૩.૯૯
૨૦૨૨ ૩૮૬૧.૧૩
૨૦૨૩ ૪૦૫૯.૧૪
૨૪-૨૫       ૪૭૦૬.૬૮

આ સમાચાર શેર કરો