પાટણ: રેલ્વે સ્ટેશનની નવીનીકરણની કામગીરી દરમ્યાન ભેખડ ધસી, ઈજાગ્રસ્ત મજુરનું હોસ્પિટલમાં મોત
પાટણ રેલ્વે સ્ટેશનનું નવીનીકરણનું કામ અમદાવાદની કંપની દ્વારા ચાલી

પાટણ રેલ્વે સ્ટેશનનું નવીનીકરણનું કામ અમદાવાદની કંપની દ્વારા ચાલી રહ્યું છે. અમદાવાદની ડી.આર. અગ્રવાલ કંપની આ કામ કરી રહી છે. ત્યારે રેલ્વેસ્ટેશનની ફૂટપાથનો સિમેન્ટ સ્લેબ મોટા ટુકડાઓ ભેખડો સાથે ખાડામાં પડતા એક મજુર આશરે 10 ફૂટ ઊંડા ખાડામાં દટાયો હતો.
દુર્ઘટના બાદ કંપની પર પણ સવાલો ઉઠ્યા
તો બીજી તરફ મજુરોને સેફ્ટીના સાધનો વગર કામ કરાવવામાં આવે છે તેવો કંપની પર પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. દુર્ઘટના બાદ કંપની પર પણ સવાલો ઉઠ્યા હતા.
સારવાર મળે તે પહેલા મજૂરનું મોત
મજુર દટાતા સ્થળ પર કામ કરતા અન્ય મજુરોએ માટીમાંથી બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયપં હતું. મજૂરની ઓળખ વિનોદ કુમારસિંહ તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ રેલ્વે પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. વિનોદ કુમારસિંહ મધ્યપ્રદેશનો વતની છે, અને ત્રણ સંતાનોનો પિતા છે.






