VIDEO : અમદાવાદના દાણીલીમડામાં ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયરની 18થી વધુ ગાડીઓ, 70 ફાયર જવાનો કામે લાગ્યાં
AHMEDABAD NEWS: અમદાવાદ શહેરમાં ફરી આગની ઘટના ઘટી છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં કોહિનૂર ક્રીએશન પ્રાઇવેટ લિ

AHMEDABAD NEWS: અમદાવાદ શહેરમાં ફરી આગની ઘટના ઘટી છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં કોહિનૂર ક્રીએશન પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આ ગોડાઉનમાં કપડાંનું પેકીંગ કરવામાં આવે છે. પતરાના શેડ હોવાથી આગ વધુ પ્રસરી છે. ગોડાઉનની બાજુમાં રહેણાંક વિસ્તાર આવેલ છે, આ સાથે 10થી વધુ ગોડાઉન અહીંયા આવેલા છે. આગ અન્ય ગોડાઉનમાં પ્રસરી રહી છે. આગબા ધુમાડા એક કિલો મીટર સુધી દેખાઈ રહ્યા છે.
આ આગ ઓલવવા માટે ફાયરની 18થી વધુ ગાડીઓ, 70 ફાયર જવાનો કામે લાગ્યાં છે. સાંકડા રસ્તા અને પતરાના શેડના લીધે આગ પર કાબુ મેળવવું કઠિન બન્યું છે. ફાયર જવાનોએ આગ ઓલવવા માટે ફાયર રોબોટ પણ કામે લગાડ્યો છે.




