રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના, રિક્ષાની અડફેટે નવનિયુક્ત પોલીસકર્મીનું મોત
રાજકોટમાં હિટ એન્ડ રન અકસ્માતમાં નવનિયુક્ત પોલીસકર્મીનું કર

રાજકોટમાં હિટ એન્ડ રન અકસ્માતમાં નવનિયુક્ત પોલીસકર્મીનું કરુણ મોત થયું છે. 24 વર્ષીય કેયુર શૈલેષભાઈ રામાણી આજે વહેલી સવારે મવડી પોલીસ હેડક્વાર્ટરમાં ટ્રેનિંગ માટે એક્ટિવા પર જઈ રહ્યા હતા. ત્યારે જવાહર રોડ પર આર. વર્લ્ડ સિનેમા નજીક પૂરઝડપે આવેલી રિક્ષાએ તેમને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા બાદ તેમનું મોત નિપજ્યું હતું.
કેયુર તાજેતરમાં જ પોલીસ વિભાગમાં જોડાયા હતા અને રાજકોટ ગ્રામ્ય પોલીસમાં તેમની નિમણૂક થઈ હતી. ઘટનાને પગલે પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી ફરાર રિક્ષાચાલકની શોધખોળ શરૂ કરી છે. યુવાન પોલીસકર્મીના અવસાનથી પરિવાર અને પોલીસબેડામાં શોકની લાગણી વ્યાપી છે.




