Ahmedabadમાં રીઢો વાહનચોર પકડાયો, પત્નીની બેવફાઈને લીધે ટુ-વ્હીલરથી નફરત થતાં શરૂ કરી હતી ચોરી
અમદાવાદમાંથી એક એવો રીઢો વાહનચોર પકડાયો છે, જેના ગુનાહિત ઈતિહાસની સાથે જીવનની પણ એક કહાની ફિલ્મી જેવી છે. એ

અમદાવાદમાંથી એક એવો રીઢો વાહનચોર પકડાયો છે, જેના ગુનાહિત ઈતિહાસની સાથે જીવનની પણ એક કહાની ફિલ્મી જેવી છે. એલસીબીએ હિતેશ જૈન નામના રીઢા વાહન ચોરને પાંચ ટુ-વ્હીલર સાથે ઝડપી લીધો છે.
આરોપી હિતેશ જૈને શહેરના એક પણ પોલીસ સ્ટેશનમાં ગુનો આચરવાનું બાકી રાખ્યું નથી, તેણે અત્યાર સુધીમાં આશરે 150થી વધુ ગુના આચર્યા છે. જોકે ટુ-વ્હીલર જ ચોરી કરવા પાછળનું કારણ એવું સામે આવ્યું છે કે તેની પત્નીની બેવફાઇના લીધે તે આ રવાડે ચઢ્યો હતો. તેણે તેની પત્નીને ટુ-વ્હીલર ભેટમાં આપ્યું તે ટુ-વ્હીલર લઈ પત્ની તેના પ્રેમીને મળવા જતી હતી. જેથી હિતેશને એટલી નફરત થઈ ગઈ તે સ્કૂટર ચોર બની ગયો. તે એક જગ્યાએથી ટુ-વ્હીલર ચોરી કરતો અને પેટ્રોલ પૂરું થઇ જાય ત્યાં જ બિનવારસી મૂકીને બીજેથી નવું ટુ-વ્હીલર ચોરીને શહેરમાં ફરતો હતો.




