મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવી આશા અને ઉમંગ સાથે 2026નું ભવ્ય સ્વાગત, રાજ્ય સહિત દેશભરમાં આતશબાજી સાથે નવા વર્ષની ઉજવણી

રાજ્ય સહિત દેશભરમાં થર્ટી ફસ્ટની ઉજવણી કરવા લોકો થનગની રહ્યા હતા. બરોબર 12 વાગ્યાના ટકોરે રાજ્ય સહિત સમ

નવી આશા અને ઉમંગ સાથે 2026નું ભવ્ય સ્વાગત, રાજ્ય સહિત દેશભરમાં આતશબાજી સાથે નવા વર્ષની ઉજવણી

રાજ્ય સહિત દેશભરમાં થર્ટી ફસ્ટની ઉજવણી કરવા લોકો થનગની રહ્યા હતા. બરોબર 12 વાગ્યાના ટકોરે રાજ્ય સહિત સમગ્ર દેશવાસીઓએ વર્ષ 2025ને ગુડબાય કહી નવા વર્ષ 2026ને આવકાર્યું છે. આ નવું વર્ષ તેમના જીવનમાં નવી આશા અને ઉમંગ સાથે સુખ અને શાંતિમય રીતે પસાર થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં પાર્ટી પ્લોટ, ક્લબ, રિસોર્ટમાં યુવાધને ડીજેના તાલ પર ઝૂમીને નવા વર્ષની ઉજવણી કરી. રસ્તાઓ 'વેલકમ 2026' અને 'હેપ્પી ન્યુ યર' જેવા નાદથી ગુંજી ઉઠ્યા હતા. યુવાનોએ આતશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. 

અમદાવાદમાં નવા વર્ષની ભવ્ય ઉજવણી

અમદાવાદમાં મોડી સાંજથી થર્ટી ફસ્ટને ઉજવણીનો માહોલ જોવાયો છે, શહેરના પોશ વિસ્તાર કહેવાતા એવા સિંધુભવન અને સીજી રોડ વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. યુવાનો ક્લબ, રિસોર્ટ અને પાર્ટી પ્લોટોમાં ડીજેના તાલે ઝૂમ્યા છે. આ સાથે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ઉજવણીની મસ્તીમાં કાયદો અને વ્યવસ્થાને કોરાણે મુકનાર નબીરાઓને કાયદાનો પાઠ ભણાવવા પોલીસ સઘન ચેકિંગ હાથ ધર્યું છે. થર્ટી ફસ્ટ દરમિયાન દારૂ અને ડ્રગ્સના દૂષણને ડામવા પોલીસે આ વખતે 'સ્લાઇવા કીટ' દ્વારા વાહનચાલકોને તપાસ્યા છે. શહેરમાં એસજી હાઈવે બોડકદેવ, રાજપથ-રંગોલી રોડ પર લોકોએ રંગે ચંગે ઉજવણી કરી હતી.  

આ સમાચાર શેર કરો