27માં વર્ષે પસનાલના રામદેવ પીર મંદિરે નેજા રોહણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો
પંચમહાલના તાલુકાના પસનાલ ગામે રામદેવ પીર મહારાજના મંદિરે 27માં
પંચમહાલના તાલુકાના પસનાલ ગામે રામદેવ પીર મહારાજના મંદિરે 27માં વર્ષે નેજા રોહણ કાર્યક્રમ ભક્તિભાવ સાથે યોજાયો. પરંપરા મુજબ પસનાલ સહિત આસપાસના ગામોના વણઝારા અને અન્ય સમાજના ભક્તોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ આસ્થા સાથે નેજા ચડાવી ધન્યતા અનુભવી હતી. મંદિરમાં હવન અને આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એવી માન્યતા છે કે, અહીં માનતા માનનારની ઇચ્છાઓ પૂરી થાય છે. કેટલાક ભક્તો બાધા આખડી લેવા પણ પધાર્યા હતા.




