મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અંજારના મેઘપરમાં યુવતીની હત્યા, પ્રેમીએ ગળા, પેટ અને હાથ પર ધારદાર હથિયારથી કર્યો હુમલો

કરછના અંજાર તાલુકાના મેઘપરમા યુવતીની હત્યા કરવામાં આવી છે. મેઘપરના પારસ નગરમાં રહેતી 24 વર્ષીય પાયલ પ્રકા

અંજારના મેઘપરમાં યુવતીની હત્યા, પ્રેમીએ ગળા, પેટ અને હાથ પર ધારદાર હથિયારથી કર્યો હુમલો

કરછના અંજાર તાલુકાના મેઘપરમા યુવતીની હત્યા કરવામાં આવી છે. મેઘપરના પારસ નગરમાં રહેતી 24 વર્ષીય પાયલ પ્રકાશ ઉત્તમચંદનીની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે.

કરછના અંજાર તાલુકાના મેઘપરમા 24 વર્ષીય પાયલ પ્રકાશ ઉત્તમચંદનના ઘરે જ તેમના પ્રેમી શખ્સે ગળા, પેટ અને હાથ પર ધારદાર હથિયારથી હુમલો કરી હત્યા નિપજાવી છે. હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમા ચકચાર મચી ગયો છે. હત્યાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હત્યા પાછળના પ્રેમ સંબંધ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો