સુરેન્દ્રનગર: પાણીપુરી ખાવા ગયેલી 3 બહેનમાંથી 1નું મોત, 2 સારવાર હેઠળ
ધ્રાંગધ્રાના હળવદ રોડ પાસે ત્રણ બહેનો પાણીપુરી ખાવા જઈ રહી હતી. આ દરમિયાન પીજીવીસીએલનો હાઈ ટેન્શન વાયર અચાનક તેમની પર પડતાં એકનું

ધ્રાંગધ્રાના હળવદ રોડ પાસે ત્રણ બહેનો પાણીપુરી ખાવા જઈ રહી હતી. આ દરમિયાન પીજીવીસીએલનો હાઈ ટેન્શન વાયર અચાનક તેમની પર પડતાં એકનું મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હળવદ રોડ પાસે આજે ત્રણ દીકરીઓ પાણીપુરી ખાવા પિતા સાથે જઇ રહી હતી. ત્યારે આ દરમિયાન પીજીવીસીએલનો હાઈ ટેન્શન વાયર અચાનક દીકરીઓ પર પડતાં એક દીકરીનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય બે દીકરીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ છે. આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
હાલ તો મૃતક દીકરીની મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને લઈને પીજીવીસીએલના એન્જિનિયરે હોસ્પિટલ આવી દુઃખદ ઘટના અંગે દિલગીરી વ્યક્ત કરી હતી. પીજીવીસીએલ તરફથી યોગ્ય સહાય મળશે એવી ખાત્રી આપી હતી.






