મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સરકારી નોકરી અપાવવાના બહાને ઠગતી ટોળકી ઝડપાઇ, 5 યુવકો પાસેથી GPSCમાં નોકરી અપાવવાના બહાને 3.44 કરોડ પડાવ્યા

અમદાવાદમાં સરકારી નોકરી આપવાના બહાને ઠગતી ટોળકી ઝડપાઇ છે. ત્રણ વકીલ સહિત 4 આરોપીની

સરકારી નોકરી અપાવવાના બહાને ઠગતી ટોળકી ઝડપાઇ, 5 યુવકો પાસેથી GPSCમાં નોકરી અપાવવાના બહાને 3.44 કરોડ પડાવ્યા

અમદાવાદમાં સરકારી નોકરી આપવાના બહાને ઠગતી ટોળકી ઝડપાઇ છે. ત્રણ વકીલ સહિત 4 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સરકારી નોકરી મેળવવા માંગતા યુવકોને બનાવટી લેટર આપી છેતરપિંડી કરતા હતા. 5 યુવકો પાસેથી GPSCમાં નોકરી આપવાના બહાને 3.44 કરોડ પડાવ્યા હતા.

ક્લાસ-1 અધિકારીની નોકરીના નામે કરોડો પડાવ્યા

બનાવની વિગતો જોઇએ તો યોગેશ પટેલને જલદીપ ટેલર, જીતેન્દ્ર પ્રજાપતિ, હિતેશ સૈની તથા તેમના મળતીયા માણસોએ ભેગા મળી કાવતરૂ રચી એકસંપ થઇ GPSC ક્લાસ 1 અધિકારીની સરકારી નોકરી અપાવવાની લાલચ આપી હતી. 

તે બાદ ફરીયાદી પાસેથી ટુકડે ટુકડે 1 કરોડ 25 હજાર રૂપિયા તથા ફરીયાદીના મિત્રો વિજયભાઇ ઠક્કર, અંકિત પટેલ, પ્રદીપ શર્માસ અતુલ પટેલ, જીગર પટેલ પાસેથી 2.17 લાખ તથા ફરીયાદી તથા વિજયભાઇના ગન લાઈસન્સ પેટે 2.99,000 મળી કૂલ 3.44 કરોડની રકમ મેળવી ખોટા બનાવટી GPSCના નિમણૂંક પત્રો આપી છેતરપિંડી આચરી હતી.


પોલીસે આરોપીઓ પાસેથી GPSCના ડેપ્યુટી કલેક્ટર ક્લાસ-1ની વિગતવાર નિમણૂકની મહેસૂલ કચેરી, અમદાવાદ ખાતે ફાળવણીનો પત્ર, GPSCનો ફરીયાદીને નિયામક (શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ) વર્ગ-1ની પસંદગી પામેલ લાયક ઉમેદવારોની વિગતવારની નિમણૂક માટે ફાળવણી કરવા બાબતનો પત્ર, અમદાવાદ કલેક્ટરના લેટરહેડ ઉપર ડેપ્યુટી કલેક્ટર અમદાવાદ-1 (દસક્રોઇ)નો ઇન્ડીપેડન્ટ ચાર્જ લેવા બાબતનો પત્ર, અમદાવાદ કલેક્ટરના લેટરહેડ ઉપર ફરીયાદીને ડેપ્યુટી કલેક્ટર (ક્લાસ-1) ફરજ સ્થળે હાજર થવા કરેલ હુકમ, GPSC દ્વારા કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ અમદાવાદને ફરીયાદીને ફરજ સ્થલે હાજર કરી હાજર પત્રકમાં સમાવી લેવા બાબતનો પત્ર, URBAN DEVELOPMENT AND URBAN HOUSING DEPARTMENT-GOVનો ફરીયાદી 31 ડિસેમ્બર 2024 સુધીની વેલિડીટી ધરાવતો ફોટો અને સિક્કા સાથેનું આઇકાર્ડ મળી આવ્યું છે.

આ સાથે જ ઉપરોક્ત પકડાયેલા આરોપીઓએ અન્ય કોઇ નાગરીકો સાથે આવા પ્રકારની છેતરપીંડી કરેલ હોય તો તેઓએ આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેરનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

આ ફરીયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે આ ઠગ ટોળકીને ઝડપીને IPCની કલમ 316(2), 318(4), 336)3), 337, 338, 61, 204, 3(5) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો