મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સમગ્ર રાજ્યમાં આતંક મચાવનાર 17 આરોપીઓની ટોળકી ઝડપાઈ, 200થી વધુ ગુનાઓનો કાળો ઇતિહાસ

વડોદરાની બાપોદ પોલીસને મોટી સફળતા મળી છે. સમગ્ર રાજ્યમાં અવાર નવાર ગુના આચારતી તથા

સમગ્ર રાજ્યમાં આતંક મચાવનાર 17 આરોપીઓની ટોળકી ઝડપાઈ, 200થી વધુ ગુનાઓનો કાળો ઇતિહાસ

વડોદરાની બાપોદ પોલીસને મોટી સફળતા મળી છે. સમગ્ર રાજ્યમાં અવાર નવાર ગુના આચારતી તથા 200થી વધુ ગુનાઓમાં સામેલ 17 જેટલા આરોપીઓની ટોળકી ઝડપાઈ છે. આ ટોળકી સામે બાપોદ પોલીસે ગુજસિટોક હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

સમગ્ર રાજ્યમાં ટોળકીનો આતંક

વડોદરા શહેર તેમજ સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અવાર નવાર ગુના આચારતી 17 લોકોની ટોળકી ઝડપાઇ છે. આ સિકલીગર રોળકી ઘરફોડ, હત્યાનો પ્રયાસ, લૂંટ અને મારામારી સહિતના ગુનાઓ આચરી રાજ્યમાં આતંક ફેલાવતી હતી. વડોદરાની બાપોદ પોલીસે આ સિકલીગર ગેંગ સામે ગુજસિટોક હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. એક સાથે 17 લોકો સામે ગુજસિટોકની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોય તેવો કદાચ રાજ્યનો પ્રથમ કિસ્સો હોય શકે.

200થી વધુ ગુના આચર્યા

આ અપરાધીઓની ટોળકીના સાગરિતોની ઘરફોડ ચોરી,  લૂંટ, હત્યા, હત્યાનો પ્રયાસ અને રાયોટિંગ જેવા 263 જેટલા ગુનાઓમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. જેમાં સૌથી વધુ  રાજવીર સિંહ સિકલીગર સામે 64 ગુનાઓ નોંધાયા છે. ટોળકીએ છેલ્લા દસ વર્ષમાં 198 ગુનાઓ આચર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. 17 આરોપીની આ ટોળકીમાંથી 10 આરોપીઓની ધરપકડ કરી છે ઉપરાંત 4 પકડવાના બાકી છે જ્યારે 3 હાલ જેલમાં છે.

મુખ્ય સૂત્રધાર પોલીસ પકડથી દૂર

જેમાં મુખ્ય સૂત્રધાર જોગીંદરસીંગ ઉર્ફે કબીરસીંગ સંતોકસીંગ સીકલીગર સામે પણ 64 જેટલા ગુનાઓ નોંધાયા છે પરંતુ તે હજુ પોલીસ પકડથી દૂર હોવાનું બહાર આવ્યું છે. ગુનાહિત ભૂતકાળ ધરાવતી આ ટોળકી છેલ્લા ૧૦ વર્ષથી રાજ્યના વિવિધ શહેરોમાં સક્રિય હતી. જેમાં મોટાભાગના આરોપીઓ પાસા હેઠળની સજા પણ ભોગવીને આવ્યા છે.

આ સમાચાર શેર કરો