મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરાની રિફાઇનરી કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા

વડોદરાની રિફાઇનરી કંપનીમાં દોઢ મહિના અગાઉ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગી હતી

વડોદરાની રિફાઇનરી કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા

વડોદરાની રિફાઇનરી કંપનીમાં દોઢ મહિના અગાઉ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગી હતી જેમાં બે લોકોનાં કરુણ મોત થયા હતા, જે બાદ આજે સમી સાંજે ફરીવાર આગની ઘટના સામે આવતા દોડધામ મચી હતી.

આજે રિફાઇનરી કંપનીમાં ફરી પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો અને પ્લાન્ટમાં આગ લાગી હતી. ધડાકા સાથે બ્લાસ્ટબા કારણે પ્રચંડ આગ સાથે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા જોવા મળ્યા હતા. બ્લાસ્ટની ઘટના બનતા આજુબાજુના ગ્રામજનો અને રાહદારીઓના જીવ અધ્ધર થઇ ગયા હતા. હજુ સુધી જાનહાનીની કોઈ માહિતી સામે આવી નથી.

આ સમાચાર શેર કરો