સુરતમાં બાઈક બાબતે શરુ થયેલી બોલાચાલી હત્યામાં પરિણમી
સુરતમાં હત્યાનો સિલસિલો હજી પણ યથાવત છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં બે યુવકો વચ્ચે માત્ર બાઈક બાબતે થયેલી બોલા

સુરતમાં હત્યાનો સિલસિલો હજી પણ યથાવત છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં બે યુવકો વચ્ચે માત્ર બાઈક બાબતે થયેલી બોલાચાલી અંતે હત્યામાં પરિણમી હતી. ઉધના વિસ્તારમાં સ્થિત મહાવીર કોમ્પ્લેક્સ પાસે આ ઘટના બની હતી જેમાં સુભાષ નામનો વ્યક્તિ પોતાની બાઇક લઇને કોમ્પલેક્ષમાં આવે છે જ્યાં તેની નીરજ નામના શખ્સ સાથે બાઈક બાબતે કંઈક બોલાચાલી થાય છે.
આ પણ વાંચો : વડોદરામાં ખેતરના મજુરીકામે ગયેલી યુવતીનું કવચ નદી કિનારે રહસ્યમયી મોત
બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ લઈ લીધું અને આખરે નીરજે ઘાતક હથિયાર વડે ઘા ઝીંકી સુભાષને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ હત્યાના બનાવના પગલે ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હત્યારા નીરજની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.




